પૃષ્ઠો

વૃંદાવન પા્થમિક શાળા આપ સૌનુ હાદિક સવાગત કરે છે.

જે કંઇ શીખવવાની હિંમત કરે છે, તેણે ક્યારેય શીખતાં અટકવું ન જોઇએ.

સર્વ શિક્ષા અભિયાન


ગુજરાત પ્રાથમિક શિક્ષણ સમિતિ (જી.સી.પી.ઈ.) જે ફક્ત ત્રણ જીલ્લાઓમાં કામ કરતી એક કચેરી હતી તે વિકસીને રાજ્યમાં પ્રાથમીક શિક્ષણના ક્ષેત્રમાં ડી.પી.ઈ.ડી. II અને IV, સર્વ શિક્ષા અભિયાન, એન.પી.ઈ.જી.ઈ.એલ. અને કે.જી.બી.વી. જેવી અનેક જુદી-જુદી યોજનાઓના અમલીકરણ માટેનું સંગઠન બની ગઈ. તેણે જુન ૨૦૦૩ માં બનાસકાંઠા, પંચમહાલ અને ડાંગ જીલ્લામાં જીલ્લા પ્રાથમીક શિક્ષણ કાર્યક્રમ (ડી.પી.ઈ.પી. – II) નું અને ડી.પી.ઈ.પી. – IV નું જુન ૨૦૦૫ માં સાબરકાંઠા, સુરેન્દ્રનગર, ક્ચ્છ, જામનગર, ભાવનગર અને જુનાગઢ માં સફળતાપુર્વક અમલીકરણ કરેલ છે.
સર્વ શિક્ષા અભિયાનના ધ્યેય (એસ.એસ.એ.એમ.) નીચે ગુજરાતમાં તમામ ૨૬ જીલ્લાઓ અને ૪ નગરપાલીકાઓને સમાવી લેવામાં આવી છે. એસ.એસ.એ.એમ. ના છત્ર નીચે રાજ્યના ૨૧ જીલ્લાઓમાં (ભરૂચ, ડાંગ, પોરબંદર અને વલસાડ્ સીવાય) ૭૮ ગ્રામિણ શૈક્ષણીક પછાત વિભાગો (ઈ.બી.બી.) ના ૧૦૯૩ જુથમાં તથા ૧૩ શહેરી ઝુંપડપટ્ટીઓના ૩૯ જુથમાં કન્યાઓને પ્રારંભીક શિક્ષણના રાષ્ટ્રીય કાર્યક્રમ (એન.પી.ઈ.જી.ઈ.એલ.) નો તે અમલ કરે છે.
કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલય (કે.જી.બી.વી.) યોજનાનો પણ અમલ તે કરે છે જેની અંદર અ.જા. / અ.જ.જા. / અ.પ.વ. / લઘુમતિ અને ગરીબી રેખાની નીચે દુષ્કર વિસ્તારની સુવિધાઓથી વંચીત કન્યાઓ માટે રહેવાની સગવડ સાથેની ૩૦ આવાસી પ્રારંભીક શાળાઓનું નિર્માણ કરેલ છે.
ગુજરાતમાં શીક્ષણ ક્ષેત્રે યોજનાઓના અમલીકરણ માટે સંસ્થાના મેમોરેંન્ડમ ઓફ એસોસીએશનમાં યોગ્ય ફેરફારો કરવામાં આવેલ છે.
સમિતીની પ્રવ્રુત્તિઓ / ફરજો
નીચેની પ્રવ્રુત્તિઓ / ફરજો એસ.એસ.એ. માટેના માળખામાં રહેલ જોગવાઈઓને ધ્યાનમાં રાખી સમિતી દ્વારા અદા કરવામાં આવે છે.
૧ :
શાળાઓ / વૈકલ્પીક શીક્ષણ વ્યવસ્થા
૨ :
પ્રાથમીક અને ઉચ્ચતર પ્રાથમીકમાં જે નીચું હોય તેમાં દરેક શ્રેણી / વર્ગમાં દરેક શિક્ષકને ઓરડો ફાળવવો.
૩ :
બાંધકામ કાર્ય : શાળાની સગવડતામાં વધારો તથા બી.આર.સી. / સી.આર.સી. બાંધકામ અને સી.આર.સી. સ્તરે વધારાના વર્ગખંડ.
૪ :
શાળાના મકાનની જાળવણી તથા સમારકામ (ચોક્ક્સ નિયમોને આધિન).
૫ :
શાળાનું અનુદાન (રૂ. ૨૦૦૦/- સુધી સિમીત).
૬ :
ટી.એલ.એમ. માટે શિક્ષકોને અનુદાન (નિયમોને આધીન સિમીત રહીને).
૭ :
શીક્ષકોને તાલિમની જોગવાઈ.
૮ :
જુથ નેતાને તાલિમની જોગવાઈ.
૯ :
વિકલાંગ બાળકોની વિષેશ જરૂરીયાતો પુરી કરવાના પ્રયત્નો.
૧૦ :
સંશોધન, મુલ્યાંકન, નિયંત્રણ તથા નિરીક્ષણ માટેની જોગવાઈઓ.
૧૧ :
સંચાલન માળખું ઉભું કરવું.
૧૨ :
કન્યા શિક્ષણ માટે નવિન પ્રવ્રુત્તિઓ, વહેલું બાળપણ, સંભાળ અને શિક્ષણ, અ.જા. / અ.જ.જા. જાતીના બાળકોના શિક્ષણનું નિયમન.
૧૩ :
બી.આર.સી. જેવા બ્લોક સ્તરે અને ક્લસ્ટર સ્તરે સી.આર.સી. જેવા શૈક્ષણીક એકમોની સ્થાપના તથા તેમને સક્રિય અને સક્ષમ બનાવવા.
૧૪ :
વૈકલ્પીક શિક્ષણ કેન્દ્રો, સેતુ અભ્યાસક્રમ, ઉપચારાત્મક અભ્યાસક્રમ, શાળામાં ન જતાં બાળકોને નિયમિત શાળામાં પાછા ફરવાની શીબીરો માટે ભંડોળ પુરૂં પાડવું.
૧૫ :
સુક્ષ્મ આયોજન, ઘરેલુ મોજણી, અભ્યાસ, સામાજીક ગતિશીલતા, શાળાકિય પ્રવ્રુત્તિઓ, કચેરિનાં સાધનો, તમામ સ્તરે તાલિમ અને નિર્ધારણ વિગેરે માટેની પ્રારંભિક પ્રવ્રુત્તિઓ.
૧૬ :
એન.પી.ઈ.જી.ઈ.એલ. નીચે શાળાનું નમુનારૂપ ઝુમખું તૈયાર કરવું અને ટી.એલ.એમ., રમત-ગમત તથા વ્યવસાયલક્ષી તાલિમ માટે ભંડોળ પુરૂં પાડ્વું.
૧૭ :
કન્યા કેળવણીના પ્રચારાર્થે થતી વિવિધ પ્રવ્રુત્તિઓમાં થતા ખર્ચાઓને પહોંચી વળવા નમુનારૂપ શાળાના ઝુમખાંને અનુદાનની જોગવાઈ.
૧૮ :
કન્યા છાત્રાઓની નામ નોંધણી, જાળવણી તથા ભણતરની સિદ્ધિ માટે ક્લસ્ટર સ્તરે શાળા / શિક્ષકને પુરસ્કારની જોગવાઈ.
૧૯ :
જાતિ સંવેદના બાબતે ભાગ લેનાર શિક્ષકો અને લોકોને તાલિમ.
૨૦ :
ઈ.સી.સી.ઈ. શરૂ કરવા માટેની જોગવાઈ.

માહિતી અધિકાર કાયદો ( RTI ACT )


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો