પૃષ્ઠો

વૃંદાવન પા્થમિક શાળા આપ સૌનુ હાદિક સવાગત કરે છે.

જે કંઇ શીખવવાની હિંમત કરે છે, તેણે ક્યારેય શીખતાં અટકવું ન જોઇએ.

ગુજરાતનો ઇતિહાસ



                          ગુજરાતનો ઇતિહાસ

ગુજરાત-મહાવીરોની ધરતી
ગુજરાત ભારતના પશ્ચિમ કિનારે આવેલું છે. જેનો ઉત્તર સીમા પાકિસ્‍તાન અને રાજસ્‍થાન સાથે પૂર્વ સીમા મધ્‍યપ્રદેશ સાથે, દક્ષિણ સીમા મહારાષ્‍ટ્ર,
કેન્‍દ્રશાસિત પ્રદેશ દિવ, દમન, દાદરા અને નગર હવેલી અને પૂર્વ અને દક્ષિણ સીમા અરબી મહાસાગર સાથે જોડાયેલી છે.
ગુજરાત : રાજ્યનું નામ ગુજરાત ગુજ્જર, પરથી પડેલ છે. જેમણે ઇ.સ. ૭૦૦ અને ઇ.સ. ૮૦૦ દરમિયાન અહીં રાજ કર્યું હતું.
પ્રાચીન ઇતિહાસ
સૌ પ્રથમ ગુજરાત પ્રાંતમાં ગુજ્જરોએ વસવાટ કર્યો. જે ભારત અને હાલના પાકિસ્‍તાન અને અફઘાનિસ્‍તાનનો ભાગ છે. હુણોએ ઉત્તર ભારત અને સૌરાષ્‍ટ્રના આક્રમણ કર્યું. તે જાતિના નામ પરથી ગુજર થયું. જે પછીથી હિંદુ, મુસ્‍લિમ, ખ્રિસ્‍તી અને શીખ ધર્મમાં પરિવર્તિત થયું.

ભૂસ્તર શાસ્‍ત્રીઓને ભૂમિ ઉત્ખનન દરમિયાન પાષણ યુગના અવશેષો ગુજરાતની ભૂમિમાંથી તેમજ સાબરમતી અને મહી નદી પાસેના પ્રદેશમાંથી મળી આવ્‍યા. હડપ્‍પા સંસ્‍કૃતિ સમયના શહેરો લોથલ, રામપુર, અચરજ અને બીજા જગ્‍યાઓના પણ અવશેષો મળી આવેલ છે.

પ્રાચીન ગુજરાત પર મોર્ય શાસકે પણ શાસન કરેલું. ગુજરાતના કેટલાક સ્‍થળો સમ્રાટ ચંદ્રગુપ્‍ત મોર્યએ જીતેલા. જ્યારે તેના પૌત્ર સમ્રાટ અશોકે તેમાં વિસ્‍તાર કરેલો. શરૂઆતના ત્રણ મૌર્યના સ્તૂપો મળી આવેલ હતાં. ઇ.સ. પૂર્વ ૨૩૨ સમ્રાટ અશોકનું મૃત્‍યુ થવાથી તેના સામ્રાજ્યમાં રાજકીય મતભેદોને લીધે તે અંત તરફ આગળ વધ્‍યું. રાજા શુંગારુએ રાજકીય કૂનેહથી મૌર્ય સામ્રાજ્યનો અંત કર્યો.

મૌર્ય સામ્રાજ્યના પતન પછી કેથેલિસ્‍ટએ આ પ્રાંતમાં ઇ.સ. ૧૩૦થી ૩૯૦ શાસન કર્યું. રૂદ્ર દમનના શાસન હેઠળ સામ્રાજ્યમાં માલવા (મધ્‍યપ્રદેશ), સૌરાષ્‍ટ્ર, કચ્‍છ અને રાજસ્‍થાન મેળવ્‍યા. ઇ.સ. ૩૦૦થી ૪૦૦ દરમિયાન આ વિસ્‍તાર ગુપ્‍ત સામ્રાજ્યના તાબા હેઠળ આવ્‍યું જે પછીથી મૈત્રકા નામથી ઓળખાયું. ધ્રુવસેનાના શાસન કાળ દરમિયાન મહાન ચાઇનીઝ પ્રવાસી અને વિચારક હુ-એન-ત્‍સાંગએ ઇ.સ. ૬૪૦માં ભારતની મુલાકાત લીધી.

મૌર્ય સામ્રાજ્યના પતન અને સંપ્રતી સૌરાષ્‍ટ્ર આવવાના દરમિયાન, ડેમેટ્રીસ્‍ટના તાબા હેઠળ ગ્રીક આક્રમણ ગુજરાત પર થયેલ હતું. સ્‍થાનિય રજવાડાઓની સંખ્‍યા ૨૩ હતી. તેમાના મુખ્‍ય ત્રણ હિન્‍દુ રજવાડાઓ ચાવુરા, સોલંકી અને બાઘીલાહ હતા તેમણે ભારત પર ૫૭૫ વર્ષ સુધી શાસન કર્યું. જ્યારે ગુજરાત મોહંમેદન્‍સના કબ્‍જામાં હતું. ચવુરા જાતિએ ૧૯૬ વર્ષ સુધી શાસન કર્યું. તેમના પછી સોલંકી જાતિએ શાસન કર્યું.

ઇ.સ. ૯૦૦ દરમિયાન સોલંકી શાસન આવ્યું. સોલંકી શાસન દરમિયાન ગુજરાતનો સૌથી વિશાળ વિસ્‍તાર તેમના તાબામાં હતું. ગુર્જરો સોલંકી જાતિની સાથે સંકળાયેલ હતાં. કારણકે પ્રતિહારાઓ, પરમારો અને સોલંકી ગુજરોને મળતા આવે છે. પ્રાચીન ગુજરાતના છેલ્‍લા હિન્‍દુ શાસક સોલંકી અને રાજપુત હતા. જેમણે ઇ.સ. ૯૬૦ થી ૧૨૪૩ સુધી શાસન કર્યું. એમ માનવામાં આવે છે કે ગુજરાતના છેલ્‍લા હિન્‍દુ શાસક કરનદેવ વાઘેલા ઇ.સ. ૨૯૭માં દિલ્‍હીના સુલતાન અલાદ્દીન ખીલજીથી પરાજય પામ્‍યા હતાં.
મધ્‍યકાલીન આક્રમણો :
મુસ્‍લિમોનું શાસન ૪૦૦ વર્ષ સુધી રહ્યું. ઝફરખાન મુઝફ્ફરે તે સમયના નબળા દિલ્‍હીના સુલતાનનો ફાયદો ઉઠાવીને ગુજરાતનો પહેલો સ્‍વતંત્ર સુલતાન બન્‍યો. તેણે પોતાનું નામ મુઝફ્ફર શાહ જાહેર કર્યું. અહમદ પહેલો, જેણે ગુજરાત પ્રાંતમાં પ્રથમ સ્વતંત્ર મુસ્‍લિમ શાસક તરીકે ઇ.સ. ૧૪૧૧માં સાબરમતી કિનારે અમદાવાદ વિકસાવ્‍યું.

આ અગાઉ, ઇ.સ. ૧૦૨૬ મોહંમદ ગજનીએ ગુજરાત પર આક્રમણ કર્યું. તે મૂર્તિ પૂજાનો વિરોધી હતો. તેણે રાજ્યમાં મૂર્તિઓનો નાશ કરાવ્યો, કાફિરોને માર્યા, યુદ્ધમાં પકડાયેલા સૈનિકોને બંદી બનાવ્યા અને સમૃદ્ધ ગુજરાતની સંપત્તિની લૂંટ ચલાવી. જે સંપત્તિ - વૈભવ માટે ગુજરાત જગ મશહુર હતું. ત્યારબાદ અલાઉદ્દીન ખીલજી ઇ.સ. ૧૨૯૮માં ગુજરાતમાં આવ્‍યો.

ગુજરાતના તત્કાલિન સુલતાન ઇ.સ. ૧૫૭૬ સુધી સ્‍વતંત્ર રહ્યા. મુગલ સમ્રાટ અકબરે ગુજરાતને મુગલ સામ્રાજ્યમાં ભેળવી દીધું. તેણે મલવા અને ગુજરાતને મુગલ સામ્રાજ્યમાં ઇ.સ. ૧૫૭૦માં સામેલ કર્યા. મુગલોએ બે સદીઓ સુધી શાસન કર્યું. ૧૮મી સદીના મધ્‍યમાં મહાન મરાઠા સેનાપતિ છત્રપતિ શિવાજીએ પોતાના પ્રભાવ અને કૂનેહથી ગુજરાત પ્રાંન્ત કબજે કર્યો.
અદ્યતન પદ્ધતિનો પ્રભાવ :
ઇ.સ. ૧૬૦૦માં ડચ, ફ્રેન્‍ચ, અંગ્રેજ અને પોર્ટુગીઝ, દરેક ગુજરાતના દરિયા કિનારેથી આવ્યા અને પોતાના વિસ્‍તારો વિકસાવ્‍યા જેમાં દમણ, દીવ અને દાદરા અને નગરહવેલીના પ્રદેશો મુખ્ય હતાં.

બ્રિટિશ ઇસ્‍ટ ઇન્‍ડિયા કંપનીએ પોતાના વેપારી કામકાજો ઇ. સ. ૧૬૧૪માં સુરત ખાતે શરુ કર્યા. પરંતુ ઇ.સ. ૧૬૬૮ પોર્ટુગીઝે પાસેથી મુંબઇનો કબજો લીધા બાદ તેઓએ તેમના વેપારી કામકાજો મુંબઇ લઇ ગયા. કંપનીએ ગુજરાતના મોટા ભાગનો અંકુશ મરાઠા શાસક પાસે રહ્યો. ઘણા સ્‍થાનિક શાસક જેમકે વડોદરાના મરાઠા ગાયકવાડ પોતાની શાંતિવાર્તા બ્રિટિશ સરકાર સાથે કર્યા બાદ બ્રિટિશ શાસન હેઠળ તેમણે પોતાનું શાસન ચલાવ્‍યું.

ગુજરાતની શાસન વ્‍યવસ્‍થા તત્કાલિન બોમ્‍બેના શાસક દ્વારા કરવામાં આવતી હતી. જેમાં વડોદરા સામેલ ન હતું, જે સીધા જ ભારતના ગર્વનર જનરલના તાબા હેઠળ હતું. ઇ.સ. ૧૮૧૮થી ઇ.સ.૧૯૪૭ દરમિયાન આજનું ગુજરાત અનેક નાના-નાના વિસ્‍તારો જેવાકે કાઠિયાવાડ, કચ્‍છ અને ઉત્તર પશ્ચિમ ગુજરાતમાં વહેંચાયેલું હતું. પણ ઘણા મધ્‍યના જિલ્‍લા જેવા કે અમદાવાદ, ભરૂચ, ખેડા, પંચમહાલ અને સુરત પ્રાંન્તો સીધા જ બ્રિટિશ સરકારના તાબા હતાં.

મોહનદાસ કરમચંદ ગાંધીના સ્‍વતંત્રતાના આંદોલનથી નવા યુગની શરૂઆત થઇ. જેમાં તેમની સાથે સરદાર વલ્‍લભભાઇ પટેલ, મોરારજી દેસાઇ, મોહનલાલ પંડયા, ભુલાભાઇ દેસાઇ, રવિશંકર મહારાજ વગેરે જેવા ગુજરાતી નેતાઓએ આપ્‍યો. ગુજરાત ઘણી રાષ્ટ્રીય ઘટનાઓનો સાક્ષી રહ્યો છે. સત્‍યાગ્રહ, બારડોલીનો સત્‍યાગ્રહ, બોરસદનો સત્‍યાગ્રહ અને મીઠાનો સત્‍યાગ્રહ.
મહાગુજરાત આંદોલન :
સ્‍વતંત્રતા પછી ઇ.સ. ૧૯૪૮માં મહાગુજરાત સંમેલન થયું જેમાં ગુજરાતી બોલનાર વસ્‍તી ધરાવતા વિસ્‍તારે પોતાના અલગ રાજ્યની માંગ કરી અને ઇ.સ. ૧૯૬૦, ૧લી મેના રોજ સંયુક્ત મુંબઇ-ગુજરાતનું વિભાજન કરી મહારાષ્‍ટ્ર અને ગુજરાત એમ બે રાજ્યોની અલગ રચના કરવામાં આવી. ગુજરાતી ભાષા બોલનાર વિસ્‍તારમાં ગુજરાત, સૌરાષ્‍ટ્ર અને કચ્‍છનો સમાવેશ કરાયો. આમ પહેલીવાર ગુજરાતે સ્વાયત રાજ્યનો દરજ્જો મેળવી લીધો.
રાજકીય વ્‍યવસ્‍થા :
ઇ.સ. ૧૯૪૭માં સ્‍વતંત્રતા મેળવ્‍યા બાદ, ઇન્‍ડિયન નેશનલ કોંગ્રેસે મુંબઇ રાજ્ય પર શાસન કર્યું. (બોમ્‍બે આજનું મહારાષ્‍ટ્ર અને ગુજરાત દર્શાવે છે.) વિભાજન બાદ પણ ગુજરાતમાં કોંગ્રેસનું શાસન ચાલું રહ્યું. ઇ.સ. ૧૯૭૫-૧૯૭૭ દરમિયાનમાં લાદવામાં આવેલી કટોકટીને પરિણામે કોંગ્રેસની સ્‍થિતી ગુજરાતમાં નબળી પડી. છતાં પણ કોંગ્રેસે સને ૧૯૯૫ સુધી ગુજરાતમાં રાજ કર્યું.

વિભાજન બાદ ઇ.સ. ૧૯૬૦થી ગુજરાતમાં ૧૪ મુખ્‍યમંત્રી આવ્‍યા. ગુજરાતના પ્રથમ મુખ્‍યમંત્રી ડૉ. જીવરાજ નારાયણ મહેતા બન્યા. જેમણે ૧લી મે ૧૯૬૦થી ૧૯મી સપ્‍ટેમ્‍બર ૧૯૬૩ સુધી શાસન કર્યું. ઇ.સ. ૧૯૯૫ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થયો અને ભારતીય જનતા પાર્ટીના શ્રી કેશુભાઇ પટેલે રાજ્યની શાસન ધૂરા સંભાળી.

સને ૨૦૦૧માં, વર્તમાન મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્ર મોદી શાસનમાં આવ્‍યા. ભારતીય જનતા પાર્ટીએ ૨૦૦૨ ની ચુંટણીમાં પણ બહુમત મેળવ્‍યો અને નરેન્‍દ્ર મોદી ૭ ઓકટોબર ૨૦૦૧થી વર્તમાન સમય સુધી મુખ્‍યમંત્રી છે. ૧ જુન, ૨૦૦૭ ના રોજ તેઓ સૌથી લાંબો શાસન કરનાર મુખ્‍યમંત્રી બન્‍યાં.

સપૂ

ોની ભૂમિ

ગુજરાતમાં રાષ્‍ટ્ર ભાવના, સાર્વભૌમત્વની પરંપરા, સંસ્‍કૃતિનો પ્રભાવ ગુજરાતી પ્રજાના રોજીંદા જીવનમાં જોવા મળે છે. ગુજરાતમાં એવા
સપૂતો થઇ ગયા કે જેમણે જીવન જીવવાનો નવો અર્થ સમજાવ્‍યો.
ગુજરાતની ધરતી જે કાંઇ પ્રકૃતિદત્ત કંઇક છે જે અહીંની પ્રજામાં જોવા મળે છે. જ્યાં સ્‍વતંત્રતા, આનંદ-ઉલ્લાસ, શાંતિની લાગણી અનુભવાય છે. 
ગુજરાત એવા સપૂતોની ભૂમિ છે કે જ્યાં ભગવાન પણ રહેવાનું પસંદ કરે છે.

ગુજરાતમાં કેટલાય મહાન સપૂત થઇ ગયા જેઓ તેમના જીવનકાર્યો દ્વારા આવનારી પેઢી માટે પ્રેરણા સ્‍ત્રોત બની રહ્યાં.
ગુજરાતના પ્રેરણા સ્‍ત્રોત :
ગાંધીજી
રાષ્‍ટ્રપિતા જેમણે ભારતને
સ્વતંત્રતા અપાવી.
સરદાર વલ્‍લભભાઇ પટેલ
લોખંડી પુરુષ (ભારતના શિલ્‍પી)
વિક્રમ સારાભાઇ
‘‘ભારતીય અવકાશ કાર્યક્રમ’’’
ના પિતામહ અને વિજ્ઞાની.
ધીરૂભાઇ અંબાણી
નવ ભારતના સ્વપ્નદ્રષ્ટા
જમશેદજી તાતા
ભારતીય ઉદ્યોગ જગતના પિતામહ
આ ઉપરાંત અનેકવિધ ક્ષેત્રોમાંથી આવતા સપૂતો એ પણ ગુજરાતનું નામ રોશન કર્યું છે.

જે સપૂતોએ ગુજરાતને પોતાની કર્મ-ભૂમિ બનાવી તેમને યાદ કરીને તેમના જીવનમાંથી પ્રેરણા લઇએ.

આવો સાથે કદમ મેળવી શ્રેષ્‍ઠતમ કામ કરી ગુજરાતને સમૃદ્ધિના શિખર પર લઇ જઇએ. તેના માટે આપણે સહીયારા પ્રયાસોથી કામ કરીએ.
તમારો આદર્શ - તમારી પ્રેરણા પસંદ કરો તેને તમારા અંતરઆત્‍મામાં પ્રસ્‍થાપિત કરો. ચાલો જાણીએ કે તમને શ્રેષ્‍ઠ કોણ અને શા માટે લાગ્‍યું. પસંદગી તમારી છે.
ગુજરાતના પ્રેરણાદાયી ચારિત્ર્યો
સાહિત્‍ય:
કૃષ્‍ણ
હેમચંદ્રાચાર્ય
મીરાં
અખો
પ્રેમચંદ
નરસિંહ મહેતા
ધર્મ અને ચિંતન:
સ્‍વામી સહજાનંદ
દયાનંદ સરસ્‍વતી
શ્રીમદ રાજચંદ્ર
પૂજ્ય મોટા
અહેમદ શાહ
કલા:
મૌલાબક્ષ
ઉસ્‍તાદ ફૈઝખાન
ઓમકારનાથ ઠાકુર
રવિશંકર રાવલ
જયશંકર (સુંદરી)
સંશોધન અને વિજ્ઞાન:
ડૉ. હોમી ભાભા
ડૉ. વિક્રમ સારાભાઇ
રૂબીન ડેવિડ
ત્રિભોવનદાસ ગજ્જર
સલીમ અલી
ઉદ્યોગ જગત (મહાજન):
વસ્‍તુપાલ તેજપાલ
પ્રેમચંદ રાયચંદ
જમશેદજી તાતા
કસ્‍તુરભાઇ લાલભાઇ
ગીજુભાઇ બધેકા
સામાજીક કાર્યકરો:
દાદાભાઇ નવરોજી
મોહનદાસ કરમચંદ ગાંધી
રવિશંકર મહારાજ
ઇન્‍દુલાલ યાજ્ઞિક
શ્‍યામજી કૃષ્‍ણવર્મા
રમત:
જામ રણજીતસિંહજી
જનરલ રાજેન્‍દ્રસિંહજી
જનરલ સામ માણેક શા

 




ભારતના સ્‍વાતંત્ર્ય સંગ્રામના વીર સપૂતો મહાત્‍મા ગાંધી અને લોખંડી પુરુષ સરદાર વલ્‍લભભાઇ પટેલની જન્‍મભૂમિ ગુજરાત પાસે સ્‍વાતંત્રના ઇતિહાસની સાથે સાથે વિવિધ ધર્મો અને સંસ્‍કૃતિના અમૂલ્‍ય ઐતિહાસિક સ્‍મારકો અગણિત સંખ્‍યામાં આવેલાં છે.

ગુજરાતમાં પ્રાચીન અને અર્વાચીન સમયના સ્‍થાપત્‍યનો સંગમ જોવા મળે છે. ગુજરાતમાં વિશ્વફલક પર પ્રભાવ પાડી શકે તેવા સ્‍થાપત્‍યોનું નિર્માણ થયેલું છે. જે વિશ્વના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યું છે. ગુજરાત પાસે સાંસ્‍કૃતિક વારસાનો બહુમૂલ્‍ય ખજાનો છે. જેના થકી તે દેશ-વિદેશમાં તેની ભવ્‍યતાના દર્શન કરાવે છે.

માનવ સંસ્‍કૃતિ અને સભ્‍યતામાં પાણીનું મહત્‍વ ઘણું છે. માનવ સભ્‍યતા પાણીના સંગ્રહ માટે અનેકવિધ પ્રયાસો કરતી આવી છે. ગુજરાતમાં પણ ભૂમીગત જળસંગ્રહનો વિચાર સદીઓ પહેલાં અહીંના શાસકોને આવેલો. પાણીના સંગ્રહની આ વિશિષ્‍ટ પદ્ધતિ દુનિયાભરમાં અજોડ છે. ગુજરાતમાં આવેલી વિવિધ ‘વાવ’ તેનું અદ્વિતીય ઉદાહરણ છે. વાસ્‍તુકલા, સ્‍થાપત્‍ય અને કળા કારીગરી એમ ત્રિવેણી સંગમના અદ્દભુત નમૂનામાં અલૌકીક અડાલજની વાવ અને દાદા હરિની વાવ જે અમદાવાદ જિલ્‍લામાં આવેલી છે. પાટણમાં ‘રાણકીવાવ’ આવેલી છે.
ગુજરાતમાં ઐતિહાસિક અને પુરાતત્‍વીય સ્‍થળો
હૃદયકુંજ :
ભારતના સ્‍વાતંત્ર્ય સંગ્રામમાં ગાંધીજીની મુખ્‍ય કર્મભૂમિ અમદાવાદ રહી હતી. સાબરમતી આશ્રમ ખાતેના નાના ઓરડામાં ગાંધીજી તેમના વસવાટ દરમિયાન અહીંસાનું આંદોલન અને સ્‍વાતંત્ર્ય ચળવળની પ્રવૃત્તિઓ ચલાવતા હતાં. હૃદયકુંજ તરીકે પ્રચલિત સાબરમતી આશ્રમના આ સ્‍મારકો તેનાં મૂળ બાંધણી મુજબ સચવાયેલું છે. જેમાં ગાંધીજીના દૈનિક કાર્યોની ચીજવસ્‍તુઓ તેમજ તેમની અંગત જીવનોપયોગી વસ્‍તુઓનો સંગ્રહ કરવામાં આવ્‍યો છે જે તેની મૂળ સ્‍થિતિમાં આજની તારીખે પણ સચવાયેલાં છે.

‘હૃદયકુંજ’ વિશ્વ પ્રવાસીઓ માટેનું મુખ્‍ય કેન્‍દ્ર છે. અહીં પ્રવાસીઓ પુસ્‍તકાલય, ગાંધીજીના હસ્‍તલિખિત પત્રો, સ્‍વાતંત્ર્ય સંગ્રામના મૂળ દસ્‍તાવેજો ઉપરાંત ધ્‍વનિ અને પ્રકાશના આયોજનથી સ્‍વાતંત્ર્ય સંગ્રામની હુબહુ ઝાંખી કરાવતો કાર્યક્રમ પ્રવાસીઓ માટે રજૂ કરાય છે. ગાંધીજી દ્વારા નિયમિતપણે કરાતી હૃદયકુંજની પ્રાર્થના આશ્રમના ઇતિહાસનું બેનમૂન સંભારણું છે. આમ સ્‍વાતંત્ર્ય સંગ્રામનું આ પ્રમુખ સ્‍મારક ગાંધીજીએ સ્‍થાપેલા મૂલ્‍યોને સંવર્ધિત અને તેનો પ્રચાર કરતું આઝાદીના જંગનું મૂક સાક્ષી છે.
લોથલ:
લોથલ એક પુરાતત્‍વીય સ્‍થળ છે. ભૂસ્તર ખોદકામ દરમિયાન લોથલ ખાતેથી જે અવશેષો મળી આવ્‍યા તે સિંધુ સભ્‍યતાની ઓળખ ઊભી કરે છે. ઇ.સ. પૂર્વે ૧૮૦૦-૨૦૦૦ ના સમયગાળા દરમિયાનની સિંધુ સંસ્‍કૃતિની સભ્‍યતા લોથલમાં જોવા મળે છે.

અહીં સિંધુની ખીણના અન્‍ય સ્‍થાપત્‍યો ઉપરાંત શ્રેષ્‍ઠ નગર રચના જોવા મળી છે. વિશ્વની સૌથી જૂની સંસ્‍કૃતિ લોથલની ગણી શકાય. લોથલ ખાતે મળી આવેલા માનવ સભ્‍યતાના અવશેષોમાં રોજીંદા ઘરવપરાશના વાસણો, આભૂષણો ઉપરાંત ઘર-ઉપયોગી ચીજવસ્‍તુઓની રચના તેમજ રહેણાંકોની સ્‍થાપત્‍ય કળા બેનમૂન અને વિસ્‍મયકારક છે. લોથલના રસ્‍તાઓ અને જાહેર સુવિધા-સગવડોનું બાંધકામ બેજોડ છે. આવા પુરાતત્‍વીય મહત્‍વ ધરાવતા સ્‍થળ લોથલ વિશ્વ પ્રવાસીઓ માટે આકર્ષણનું સ્‍થાન બન્‍યું છે.
કિર્તિ મંદિર:
પોરબંદર ખાતે આવેલું કિર્તિ મંદિર રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીનું જન્‍મસ્‍થાન છે. રાષ્‍ટ્રીય સ્‍મારક તરીકે જાહેર કરાયેલ કિર્તિ મંદિરનું રાષ્‍ટ્રીય મહત્‍વ જેટલું છે તેટલું ધાર્મિક મહત્‍વ પણ છે. ભગવાન શ્રીકૃષ્‍ણના પરમ સખા સુદામાનું જન્‍મ સ્‍થાન તરીકે આ શહેરનું ધાર્મિક મહત્‍વ પણ છે.
વડનગર:
વડનગર તેના સ્‍થાપત્‍યો અને ઐતિહાસિક સ્‍થાનકો માટે જાણીતું છે.

સ્‍થાપત્‍યોમાં વડનગરનું ‘તોરણ’ અને ધાર્મિક સ્‍થાનકમાં હાટકેશ્વર મહાદેવ પ્રખ્યાત છે. વડનગરના શર્મિષ્‍ઠા તળાવના કિનારે શહેરની ઉત્તરે આવેલું ‘તોરણ’ સ્‍થાપત્‍ય અંદાજે ૧૨ મી સદીમાં નિર્માણ પામ્‍યું હતું. તેના નિર્માણમાં લાલ અને પીળા પત્‍થરોનો ઉપયોગ થયો હતો. ૪૦ ફૂટ ઊંચુ અને કોતરણીમાં બેનમૂન એવું આ ‘તોરણ’ સ્‍થાપત્‍ય શહેરના પ્રવેશદ્વારની ઇમારત છે. સોલંકી યુગના શાસન દરમિયાન ગુજરાતના પ્રવેશદ્વાર તરીકે આ સ્‍થાપત્‍ય પ્રચલિત હતું. સિદ્ધપુર ખાતે આવેલા રૂદ્રમહાલય સ્‍થાપત્‍યની કોતરણી - નકશીકામ આ સ્‍મારકને મળતી આવે છે.

૧૭મી સદીમાં શહેરના પ્રવેશની જગા પર હાટકેશ્વર મહાદેવનું સ્‍થાનક નિર્માણ પામ્‍યું હતું. નાગર બ્રાહ્મણોના કુળદેવતા એવા ભગવાન શીવજી સ્‍વયંભૂ અહીં પ્રગટ થયા જે મંદિરના ગર્ભગૃહમાં ‘લીંગ’ સ્‍વરૂપે પ્રતિષ્‍ઠિત કરવામાં આવ્‍યાં. મંદિર ત્રણ ઘુમ્‍મટો ધરાવે છે. દિવાલો અને થાંભલાઓમાં કોતરણી દ્વારા નવગ્રહો, સંગીતકારો અને નૃત્‍યાંગનાઓની પ્રતિકૃતિ કંડારવામાં આવી છે. શિલ્‍પકૃતિઓમાં રામાયણ-મહાભારતના કથાનકની પ્રસ્‍તુતિ કરાઇ છે. ઉપરાંત વન્‍યજીવો અને વન્‍યસૃષ્‍ટિની પ્રતિકૃતિઓ કંડારાઇ છે. આ જગા પર કાશી વિશ્વેશ્વર મહાદેવ પણ આવેલું છે. શહેરમાં સ્‍વામિનારાયણ મંદિર તેમજ જૈન દેરાસરો પણ આવેલાં છે.
ધોળાવીરા:
ભારતની પૌરાણિક સાત અજાયબીમાંની એક અજાયબી એટલે ધોળાવીરા. ગુજરાતનું પ્રાચીનતમ સમૃદ્ધ નગર એટલે ધોળાવીરા. ગુજરાતના કચ્‍છ જિલ્‍લામાં ધોળાવીરા આવેલું છે. સિંધુ સભ્‍યતાનું પ્રમુખ શહેર કે જેનું સ્‍થાપત્‍ય અને રચના બેનમૂન છે. તેનું નિર્માણ અંદાજે ઇ.સ. પૂર્વે ૨૯૦૦ ના સમયગાળામાં થયું હતું. નગર રચનામાં ઇંટોનો ઉપયોગ કરાયો હતો. ઉપરાંત માનવ જરૂરિયાતની તમામ સુવિધાઓની રરચના આયોજનપૂર્વક કરવામાં આવી હતી. પાણીના સંગ્રહ અને વિતરણની બેનમૂન ગોઠવણ તત્‍કાલિન સમયની દુનિયાની શ્રેષ્‍ઠ રચના-વ્‍યવસ્‍થા ગણાઇ છે.
ચાંપાનેર - પાવાગઢ:
વિશ્વ વારસા કાર્યક્રમ અન્‍વયે ચાંપાનેર - પાવાગઢને વિશ્વના અજોડ પુરાતત્‍વીય ઇમારત-સ્‍મારક તરીકે યુનેસ્‍કોએ જાહેર કર્યું છે. રાજ્ય સરકારે ચાંપાનેર - પાવાગઢને પ્રવાસીઓના આકર્ષણના મુખ્‍ય કેન્‍દ્ર તરીકે વિકસીત કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. પ્રવાસના અન્‍ય આકર્ષણોમાં નિમેટાબાગ, આજવા તળાવ, જાંબુઘોડા અભયારણ્ય અને ડભોઇ ને પણ વિકસીત કરવામાં આવ્‍યું છે.

યુનેસ્‍કોના વિશ્વ વારસા કાર્યક્રમ હેઠળ પાવાગઢ સાથે ચાંપાનેર અને માંચીને પુરાતત્‍વીય શ્રેણીને સ્‍થળો-ઇમારતો તરીકે જાહેર કરી છે. આ સ્‍થળનું ઐતિહાસિક મહત્‍વ તે અંદાજે ૧૨૦૦ વર્ષનો ઇતિહાસ અને તેથી પણ વધુ સમયની સંસ્‍કૃતિ બેજોડ છે. પૌરાણિક યુગ રાજપૂત શાસન, મરાઠા ઉપરાંત ઇસ્‍લામની અને બ્રિટિશ શાસનની અસરો અહીંના સ્‍થાપત્‍યો અને ઇમારતોમાં દેખાઇ આવે છે. ૧૫મી સદીમાં રાજા પતઇને હરાવી મુસ્‍લીમ શાસક મહંમદ બેગડાએ આ પ્રદેશ પર પોતાની શાસન ધરા સંભાળી હતી. મહંમદ બેગડાએ તેના શાસનની રાજધાની અમદાવાદથી ખસેડી ચાંપાનેરને બનાવી હતી. ચાંપાનેર પંચમહાલ જવાના મુખ્‍ય પ્રવેશદ્વાર જે વડોદરાથી ૪૬ કિ.મી. ના અંતરે આવેલું છે. આદિવાસી વિસ્‍તાર તરીકે જાહેર થયેલો આ પ્રદેશમાં મુખ્‍ય ‘ભીલ’ જાતિના લોકો વસવાટ કરે છે. આ પ્રદેશના વિકાસ માટે રાજ્ય સરકાર ઉધોગોને રાહત દરે આર્થિક, તકનિકી અને અન્‍ય સુવિધાઓ પુરી પાડે છે.












 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો